અમેરિકામાં રહેતા યજમાનો દ્વારા આમંત્રિત કર્યા પછી દર વર્ષે લાખો લોકો મુલાકાત માટે અમેરિકા આવે છે. તેઓ અહીં પર્યટન માટે, આરામ માટે, કુટુંબ સાથે સમય પસાર કરવા અથવા વિવિધ હેતુઓ માટે આવે છે. જ્યારે સંબંધીઓ અમેરિકાની મુલાકાત લે છે ત્યારે મુલાકાતીઓના વીમા પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. તમે તેને “મુસાફરી વીમો” અથવા “મુસાફરી તબીબી વીમો” પણ કહી શકો છો કારણ કે તે વિદેશમાં મુસાફરી કરતી વખતે તબીબી કવરેજ આપે છે.
મુલાકાતી માતા-પિતા અથવા સાસુ-સસરા માટે વિઝા અને મુસાફરીની ગોઠવણ કરતી વખતે ઘણા લોકો વિચારે છે કે તેઓએ તેમના માટે મુલાકાતીઓ વીમો ખરીદવો જોઈએ કે નહીં , ક્યાંથી તેને ખરીદવો જોઈએ અને તેમની જરૂરિયાતોને પૂર્ણ કરે તેવો સારો વીમો કયો છે.
શું મારે વિઝિટર વીમો ખરીદવો જોઈએ?
અમેરિકામાં ઈલાજ વિશ્વમાં સૌથી મોંઘો છે. એક સામાન્ય બિમારીમાં પણ હજારો ડૉલરનો ખર્ચ થઇ શકે છે. તેથી મુલાકાતીઓ માટેનો વીમા ખરીદવો ખૂબ જ સલાહભર્યું છે.
અમેરિકા કે ભારતથી ખરીદવો?
તમે મુલાકાતીઓનો વીમો યુ.એસ. અથવા તમારા દેશમાંથી જ ખરીદી શકો છો. મુસાફરીના વીમા ભારતમાં સસ્તા મળે છે. પણ તે કંપનીઓને અમેરિકામાં ડોક્ટરો કે હોસ્પિટલો ઓળખતી નથી, તેમને લેતી નથી અને મર્યાદિત કવરેજ આપે છે. તેથી તમારે ઈલાજ સમયે ચુકવણી કરીને, ભારતમાં પાછા ફર્યા પછી ક્લેમ કરવા પડે. નાની રકમ તો કોઈ પણ વ્યક્તિ ચૂકવી શકે પણ ૩૦,૦૦ કે ૪૦,૦૦૦ ડોલર કોઈના ખિસ્સામાં વધારાના પડ્યા ના હોય. એટલે અમેરિકા જતી વખતે ભારતની કંપનીનો વીમો લેવાની જંઝટમાં પડવું નહીં.
યુએસએ અને ભારતથી મુસાફરી વીમાની સરખામણી
ઘણા ટ્રાવેલ એજન્ટો જ્યારે તમે એર ટિકિટ માટે તેમનો સંપર્ક કરો ત્યારે મુસાફરી વીમો વેચવાનો પ્રયત્ન કરે છે. જો કે તેઓ સામાન્ય રીતે એક જાતનો વીમો બધાને વેચતા હોય છે, જે તમારા માટે યોગ્ય હોય કે નહીં. દેખીતી રીતે જ, તેમની પાસે મુસાફરી વીમા વેચવાનું શિક્ષણ, તાલીમ, કુશળતા અથવા લાયસન્સ નથી. તેઓ વિવિધ વીમામાં સારું કે નરસું શું તે સમજાવી શકતા નથી. તેઓ તમને તમારી જરૂરિયાતો માટે સૌથી યોગ્ય વીમો પસંદ કરવામાં મદદ કરવા સક્ષમ નથી, કેમકે તે તેમનો વિષય નથી. તેમને તો તમને ગમે તે વીમો પકડાવી દેવામાં જ રસ હોય છે.
તેથી જ ઇન્સુબાય જેવી પ્રતિષ્ઠિત કંપની પાસેથી જ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ખરીદવો સલાહભર્યું છે કેમ કે તેઓ યુએસના વિદેશી મુલાકાતીઓ માટે મુસાફરી વીમામાં નિષ્ણાત છે. તેઓ લગભગ બે દાયકાથી વ્યવસાયમાં રહ્યાં છે અને તેઓ તેમના ક્ષેત્રના આગળ પડતા વિક્રેતા છે. insubuy.comપર તમે વિવિધ વીમાઓનો ભાવ મેળવી શકો છો, તેમની બાજુ બાજુમાં સરખામણી કરી શકો છો અને તાત્કાલિક ખરીદી પણ કરી શકો છો. તમે તેમને ટોલ-ફ્રી +1 (866) INSUBUY, અથવા +1 (972) 985-4400 પર અથવા વોટ્સ એપ પર +1 (972) 795-1123 પર, અઠવાડિયાના સાત દિવસ, લાઇસન્સ વાળા અને અનુભવી વીમા વ્યાવસાયિક સાથે વાત કરવા માટે સંપર્ક કરી શકો છો.
તમને જે સસ્તામાં સસ્તો વીમો દેખાય તે ખરીદી લેતા નહીં. એવું માની લેતા નહીં કે બધા વીમા સરખા હોય છે. ગોળ નાખો તેવું ગળ્યું થાય. થોડો સમય આપીને, બધું વાંચીને, સમજી વિચારીને નિર્ણય કરો.
ટ્રાવેલ વીમાના પ્રકારો
- ફિક્સડ કવરેજ વીમા:
તેઓ ઈલાજની દરેક પ્રક્રિયા માટે નિશ્ચિત રકમ ચૂકવે છે અને તમારે તમારા ખિસ્સામાંથી તફાવત ચૂકવવો પડે. તે ખૂબ જ સસ્તા હોય છે, પરંતુ નાની બીમારીઓ અથવા તંદુરસ્ત લોકો માટે પણ તે અત્યંત અપૂરતા હોય છે અને ખરીદવા લાયક નથી હોતા.
કૃપા કરીને સાવચેત રહો કે ભારતની મોટાભાગની વીમા કંપનીઓ વડીલ મુસાફરો માટે માત્ર નિશ્ચિત કવરેજ યોજના ઓફર કરે છે. ભલે તેઓ તેને વ્યાપક (કોમ્પ્રિહેન્સિવ) કવરેજ કહેતા હોય પણ તેમાં ગં ભીર પેટા-મર્યાદાઓ હોય છે. એટલે તે ફિક્સડ કવરેજ વીમા જ હોય છે.
વ્યાપક (કોમ્પ્રિહેન્સિવ) કવરેજ કરતાં ફિક્સડ કવરેજ વીમા લગભગ બે થી ત્રણ ગણા સસ્તા હોય છે. દેખીતી રીતે, જો તેઓ ઘણા લોકો માટે પૂરતા હોય, તો કોઈ પણ વ્યાપક (કોમ્પ્રિહેન્સિવ) કવરેજ વીમા ખરીદવા માંગશે નહીં અને તે કોઈ કંપની બનાવે જ નહિ.
કેટલાક લોકપ્રિય ફિક્સ્ડ કવરેજ વીમા નીચે મુજબ છે: - કોમ્પ્રિહેન્સિવ કવરેજ વીમા: ભલે તેઓ ફિક્સ્ડ કવરેજ વિમાની સરખામણીમાં મોંઘા હોય, તો પણ તે અમેરિકામાં બીમારીના ઈલાજની ખર્ચની સરખામણીમાં ખૂબ વ્યાજબી કિંમતવાળા હોય છે.
કપાતપાત્ર (ડિડકટિબલ) ચુકવણી કર્યા પછી, તેઓ સામાન્ય રીતે $ 5,000 જેટલી ચોક્કસ રકમ સુધી ૭૫%, ૮૦% અથવા ૯૦% ચૂકવશે અને પછી તેઓ મહત્તમ લિમિટ સુધી 100% ચૂકવશે. ઘણી વ્યાપક વીમા યોજનાઓ કપાતપાત્ર ચૂકવણી કર્યા પછી, મહત્તમ લિમિટ સુધી 100% ચૂકવે છે.
મોટાભાગના કોમ્પ્રિહેન્સિવ કવરેજ વીમા PPO નેટવર્કમાં ભાગ લે છે. તેથી તેમાં ભાગ લેતા ડોક્ટરો અને હોસ્પિટલો વીમા કંપનીને સીધા જ બીલો મોકલી આપે અને ઘણા કિસ્સાઓમાં ખૂબ છૂટ (ડિસ્કાઉન્ટ) પણ આપે જે તેમના સામાન્ય ભાવ કરતાં ઘણા ઓછા ભાવ હોય. તેથી તમને કેશલેસ ઈલાજ મળે.
કેટલાક કોમ્પ્રિહેન્સિવ કવરેજ વીમા નીચે મુજબ છે:
પહેલેથી હયાત બીમારીઓ
ઘણા વૃદ્ધ મુલાકાતીઓ પહેલેથીજ અમુક બીમારીઓથી પીડાતા હોય છે. તેથી તેમના પુત્ર, પુત્રી અથવા અન્ય યજમાન વારંવાર વિચારતા હોય છે કે પહેલેથી હયાત બીમારીઓ મુસાફરી વીમામાં આવરી લેવામાં આવશે કે નહીં. પહેલેથી હયાત બીમારીઓની નિયમિત જાળવણી કે અપેક્ષિત ખર્ચા માટે કોઈપણ મુસાફરી વીમો પૈસા ના આપે. પણ તેવા ઘણા ટ્રાવેલ વીમા મળે છે જેમાં પહેલેથી હયાત બીમારીના લીધે અચાનક જ ઈલાજની જરૂર પડી જાય, ઇમર્જન્સીમાં, તો એ ખર્ચ આપે.
પહેલેથી હયાત બીમારીના અચાનક ઈલાજ ના ખર્ચ ચૂકવે તેવા અમુક ઉત્તમ વીમા.
મુલાકાતી વીમાની ખરીદી
મુલાકાતી વીમો ખરીદવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. insubuy.com ની મુલાકાત લો અને વીમા શોધવા માટે તમારા માપદંડો દાખલ કરો. તમે સંપૂર્ણ વિગતોનું ઑનલાઇન સંશોધન કરી શકો છો અને પાંચ મિનિટની અંદર તરત જ ખરીદી શકો છો. તમને ઇમેઇલ દ્વારા તરત જ આઇડી કાર્ડ અને અન્ય વીમાના દસ્તાવેજો પ્રાપ્ત થશે.
તમે અમેરિકામાં મુલાકાતીઓ આવે તે પહેલા અથવા તેના પછી ટ્રાવેલ વીમો ખરીદી શકો છો. પણ તેઓ અમેરિકા આવે તે પહેલાં ખરીદવાની અમે ભલામણ કરીએ છીએ જેથી તેમના પ્રવાસ સમય દરમિયાન પણ કવરેજ શામેલ થાય. વધુમાં, જો મુલાકાતી પહેલેથી જ યુ.એસ. માં છે, તો મેરીલેન્ડ જેવા કેટલાક રાજ્યોમાં વધારાના નિયંત્રણો છે, જે તેમના રાજ્યમાં હાજર કોઈપણ મુલાકાતીઓને વીમા ખરીદવાની મંજૂરી આપતા નથી. બધા ખબર અંતર પૂછવામાં, જૂની યાદો તાજી કરવામાં, મિત્રો અને અન્ય સંબંધીઓને મળવામાં વ્યસ્ત થઇ જાય છે. તેમાંથી કેટલાક મુલાકાતીઓ વીમા ખરીદવાનું ભૂલી જાય છે ત્યારે એ વાત યાદ આવે જ્યારે કોઈ મુલાકાતી બીમાર પડી જાય અથવા ઇજાગ્રસ્ત થઈ જાય. અલબત્ત, તે સમયે મુલાકાતીઓના વીમા ખરીદવામાં ખૂબ મોડું થઇ ગયું હોય છે. જે ખર્ચા નિશ્ચિત પણે થવાના જ હોય તેના માટે કોઈ વીમા કંપની વીમો ના આપે કેમ તે તો ખોટ નો ધંધો જ ગણાય. તે વિષે એક ગુજરાતીથી વધારે કોણ સમજી શકે? વગર લાઇસન્સવાળા અમુક લોકો તેમની વેબ સાઈટ ઉપર ચલાવતા મૂર્ખામીભર્યા જુઠાણાઓ પર વિશ્વાસ કરશો નહીં, જેઓ સમજ્યા વગર લેખ લખે છે કે તમે બીમાર પડ્યા પછી વીમો ખરીદીને ઈલાજ કરાવી શકો છો. તેવો વીમો કોઈ વીમા કંપની ના આપે અને આ એક સામાન્ય બુદ્ધિની વાત છે.
અલગ કે સંયુક્ત ખરીદી
જો એકથી વધારે લોકો તમારી મુલાકાત લેતા હોય, જેમ કે તમારા માતાપિતા, તો તમે ક્યાં તો બંને માટે સંયુક્ત વીમો ખરીદી શકો છો અથવા તમે દરેક વ્યક્તિ માટે એક અલગ અરજી કરી શકો છો. કોઈપણ રીતે, પ્રીમિયમમાં કોઈ ફરક નથી. ઘણીવાર મુલાકાતી માતા લાંબા સમય સુધી રહેવાની ઇચ્છા રાખતી હોય છે પરંતુ મુલાકાતી પિતાને ઘરે કામ હોય છે અથવા તેમને કંટાળો આવે છે અને તે વહેલા પાછા આવવા માંગે છે. જો તમે દરેક માટે અલગથી ખરીદી કરો, અને જો કોઈ એકની મુસાફરી યોજનામાં ફેરફાર થાય, તો તે તમે ફક્ત એક વ્યક્તિ માટે રીન્યુ કે કેન્સલ કરી શકો.